www.fgks.org   »   [go: up one dir, main page]

આપ અહીં છો::  » 
 » સની હવે ફેમિલી ડ્રામા ફિલ્મમાં દેખાશે!

સની હવે ફેમિલી ડ્રામા ફિલ્મમાં દેખાશે!

sunny leone
મુંબઈ: ફિલ્મમેકર બોબી ખાન ફોર્મર એડલ્ટ સ્ટાર સની લિયોનીને લઈને એક ફિલ્મ બનાવી રહ્યા છે. પોતાની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ ક્લિન ફિલ્મી ડ્રામા હોવાનો તેમનો દાવો છે. આ ફિલ્મનું નામ છે 'લીલા'. જોકે, બોબીએ એ સ્પષ્ટતા પણ કરી લીધી છે કે આ ફિલ્મમાં સનીનું ગ્લેમર જરાય ઓછું નહીં બતાવાય અને આ ફિલ્મને U/A સર્ટિફિકેટ મળે તેવી બનાવાશે.

બોબીએ મીડિયાને જણાવ્યું હતું કે, ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ મજબૂત છે અને ક્લિન ફેમિલી ડ્રામા છે. પરંતુ સની લિયોની તેનો ભાગ હોવાના કારણે સ્વાભાવિક છે કે ઓડિયન્સની અપેક્ષા કંઈક વધારે જ હોય અને અમે ઓડિયન્સને ચીટ કરવા નથી માંગતા.

આ ફિલ્મમાં કેટલાક બોલ્ડ સીન છે પરંતુ તેમને એ રીતે શૂટ કરાયા છે કે તે વધારે પડતા ન લાગે તેમ પણ બોબીએ જણાવ્યું હતું. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ રાજસ્થાનમાં થયું છે. જેમાં સનીએ ત્રણ પાત્રો ભજવ્યા છે અને તેમાં તેનો લૂક પણ અગલ છે. સની અત્યારસુધી ન દેખાઈ હોય તેવી રીતે તેને રજૂ કરવાનો પણ બોબીનો દાવો છે.

સની લિયોની અત્યારસુધી રાગિણી એમએમએસ2 અને જિસ્મ 2 જેવી ફિલ્મોમાં બોલ્ડ રોલ કરી ચૂકી છે.
 
times points